સાથ ના વિવિધ કાર્યક્રમો ની એક ઝલક

             રોજગારલક્ષી  કાર્યક્રમો:

ઉમ્મીદ, ઉડાન અને યુવા મસ્ત:

DSC01261આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા યુવાનો સ્વરોજગાર મેળવી શકે તેવી તાલીમ આપી,માર્કેટની જરૂરિયાત/ ડિમાન્ડનેઆધારિત ટ્રેનીંગ કાર્યક્રમ ચલાવવા અને જોબપ્લેસમેન્ટ અપવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૪૫,૦૯૦ યુવાનોને તાલીમ અને તે પૈકી ૭૬% યુવાનોને પ્લેસમેન્ટ દ્વારા જોબ અપાવવામાં આવી છે. ગુજરાતના ૧૩ અને રાજસ્થાનના ૯ સેન્ટરો આ કાર્યક્રમ માટે કાર્યરત છે.

ઉર્મિલાહોમ મેનેજર:

IMG_0471આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઘરકામ કરવા જતા બહેનોની તાલીમ કરી ક્ષમતા વધારવી જેથી સ્વનિર્ભર બની વધારે આવક મેળવી શકે,પ્રોફેશનલ તાલીમ દ્વારા અસંગઠીતમાંથી સંગઠીત ક્ષેત્રમાં લાવી તેમનો વિકાસ કરવાનો છે. અત્યારે અમદાવાદ શહેરમાં આ કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૬૭૩ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે.

આર-વીવ્ઝ:

આકાર્યક્રમનોtangaliya dupattas, colourful, cotton, handwoven મુખ્ય હેતુ સુરેન્દ્રનગર જીલ્લાના કારીગરોને સહાય કરી ટાંગલિયા અને પટોળાની લુપ્ત થતી કલાને પુનર્જીવિત કરવાનો છે. આ કારીગરોને નાની લોન અપાવવી, નવી ડિઝાઈન અને પ્રોડકટનો વિકાસ કરવો, વર્કશોપ્સ અને પ્રદર્શનનું આયોજન કરવું અને કલાનેપ્રોત્સાહિત કરવી તથા સ્થાનિક કારીગરોની કલાનું બ્રાન્ડીંગ અને માર્કેટીંગ કરવું. આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૦ કારીગરોને સહાય કરી પ્રોડકટનું માર્કેટિંગ કરીએ છીએ.

નિર્માણ:

gita case study masonઆ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રના અસંગઠિત કામદારો જેવા કે કડિયા, સુથારી, ઈલેક્ટ્રીશીયન અને પ્લમ્બીંગ – તાલીમ આપીને તેમના કૌશલ્યોમાં વધારો કરવો જેથી તેમની આવકમાં વધારો થઈ શકે અને નવી તકો ઉભી થાય. આ કાર્યક્રમ અમદાવાદના – વાસણા,બહેરામપુરા, મેઘાણીનગર અને ઉસ્માનપુરામાં ૪ સેન્ટરો ચાલે છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૫૬૩ લોકોએ તાલીમ પુરી કરેલ છે.

યુથ ફોર્સ:

IMG_0045આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મોટા શહેરોના સ્લમ વિસ્તારમાં રહેતા ૨૫,૦૦૦ યુવાનોને આ કાર્યક્રમમાં જોડી, તાલીમ આપી, પ્લેસમેન્ટ કરાવી,રોજગાર મેળવવામાં મદદ કરવાનો છે. અત્યારે આ કાર્યક્રમ ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ અને મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં કાર્યરત છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૯૦૦ સભ્યોને આવરી લેતા ૯ યુથ ગ્રુપની રચના કરવામાં સફળતા મેળવી છે.

શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો:

ચાઈલ્ડ ફ્રેન્ડલી સ્પેસીસ:

402902_10151316769406794_244229901_nઆ કાર્યક્રમ નો મુખ્ય હેતુ મજુરીકામમાં જોડાયેલા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું, પૂરક પોષણ મળે તેવો આહાર આપવો અને તેમને બાળમજુરીમાંથી બહાર લાવી મુખ્ય શિક્ષણના પ્રવાહમાં શામે કરવાનો છે. અત્યારે અમદાવાદ શહેરના સ્લમ વિસ્તારમાં   અને બાંધકામની સાઈટ પર –   એવી રીતે કુલ ૭ સેન્ટર ચાલે છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૨,૮0૯ બાળકોને તાલિમ આપવામાં આવી છે.

બાલઘર:

આ કાર્યક્રમનો599051_10151121470656794_1862061279_n મુખ્ય હેતુ ૩ થી ૬ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ લેવા તૈયાર કરવા, તેમના આરોગ્ય તપાસ કરી પુરક પોષણ આપવું, મોન્ટેસરી પદ્ધતિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી, ગુણવત્તાવાળું શિક્ષણ આપી બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. અત્યારે અમદાવાદ શહેરના જુહાપુરાના સ્લમ વિસ્તારમાં આ કાર્યક્રમ ચાલે છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૧,૮૭૧ બાળકોને તાલીમ આપવામાં આવી છે.

ગવર્નન્સલક્ષી કાર્યક્રમો:

અર્બન રિસોર્સ સેન્ટર:

IMG_2023આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું સેન્ટર બનાવાનો હતો કે જ્યાંથી સ્લમ વિસ્તારના રહેવાસીઓ બધા પ્રશ્નોનો ઉકેલમેળવીશકે, તેમનાજ્ઞાનમાં વધારો થાય, જરૂરી પ્રમાણપત્રો/ દસ્તાવેજો મેળવવામાં મદદ થાય, જુદી-જુદી સરકારીયોજનાઓની જાણકારી-લાભલેવામાં સરળતા થાય અને એડવોકસી/ સમજણ દ્વારા પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવાનો છે. અત્યારે અમદાવાદ શહેરના-વાસણા, જુહાપુરા, અને બહેરામપુરાના સ્લમ વિસ્તારમાં અને રાજકોટ શહેરમાં કાર્યરત છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૭,૦૦૦ કુટુંબો સુધી પહોચ પ્રસ્થાપિત કરવાનુંઅને ૬,૨૨૮ લોકોની સાથે જોડાણ શક્ય બન્યું છે

 આવાસલક્ષી કાર્યક્રમો:

 ગૃહ પ્રવેશ (અફોર્ડેબલ હાઉસીંગ):

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડી.બી.એસ. અફોર્ડેબલ હાઉસીંગ સાથે જોડાઈને ઓછી તથા મધ્યમ આવક ધરાવતા લોકને પોતાનું ઘર બનાવવામાં સક્ષમ કરવાનું, તેઓને ફાઈનાન્સ મેળવવા માટે મદદરૂપ થવાનું અને ઘરના દસ્તાવેજો વિષે જ્ઞાન આપવાનું છે. આ કાર્યક્રમ અમદાવાદ અને સુરત શહેરમાં ચાલે છે. આ કાર્યક્રમ દ્વારા ૨૩,૦૦૦ લોકો સુધી પહોચી શક્યા છીએ અને લગભગ ૧,૦૦૦ લોકોને મેમ્બર તરીકે જોડી શક્યા છીએ જેમાંથી ૨૫૦+  લોકોએ તેમના ઘરો બુક કરાયેલ છે.

 પુનર્વસવાટ અને પુન:પ્રસ્થાપનલક્ષી કાર્યક્રમો:

ઈ.ડબલ્યુ.એસ (ઈકોનોમિક્લી વિકર સેક્શન) હાઉસીંગ સાઈટ:

246947_564643293587366_1456031270_nઆ કાર્યક્રમનો મુખ્ય હેતુહાઉસીંગ કો-ઓપરેટીવ બનાવી – લોકોની ભાગીદારી ઉભી કરવી તથા શિક્ષણ, આરોગ્ય, લાઈટ,પાણી, સાફ-સફાઈ, બચત અને ધિરાણ જેવી પ્રવૃત્તિઓ ચલાવવાનો છે. આ કાર્યક્રમ અમદાવાદના ૯ વિસ્તારોમાં ચાલે છે જેવા કે વટવા, ઓઢવ, ઇસનપુર, દુધેશ્વર, બહેરામપુરા વગેરે આ કાર્યક્રમ દ્વારા ૬,૧૨૦ કુટુંબોના ૩૦,૬૦૦ વ્યક્તિઓને લાભ આપવામાં આવે છે.

બચત અને ધિરાણલક્ષી કાર્યક્રમો:

સાથ બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.તથા સાથ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. :

આ કાર્યક્રમનો મુખ્Madhuben_activityય હેતુ સમુદાયના લોકોમાં અને ખાસ સ્ત્રીઓમાં બચતની ટેવ પાડવા માટે, બચત અને ધિરાણ પ્રવૃત્તિ કરવી, નાણાકિય શિક્ષણ અને આયોજનનું મહત્વ સમજાવવું, કૉ-ઓપરેટીવનું કાર્યક્ષેત્ર વધારવુ, નાના ઉદ્યોગ-ધંધા કરતા ક્લાઈન્ટને બિઝનેસની સ્કીલ્સ આપવી –ધંધાના વિકાસમાં સપોર્ટ કરવાનો અને સભાસદોના ધંધાકીય વિકાસ માટે આવડત વધારવા તાલીમ આપવાનો છે. આ કાર્યક્રમ અમદાવાદના સ્લમ વિસ્તારોમાં તેમ જ ધોળકા અને વિરમગામ તાલુકાના ૯૯ ગામોમાં કાર્યરત છે. આ કાર્યક્રમ દ્વારા કુલ ૨૦,૭૯૭ સ્લમ વિસ્તારના અને ૨,૫૦૦ જેવા ગામના લોકો જોડાયેલા છે.

રિસર્ચ અને ડોક્યુમેન્ટલક્ષી કાર્યક્રમો:

રિસર્ચ ડોક્યુમેન્ટેશન અને ક્મુનીકેશન સેલ:

antonio khodiyarnagarઆ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાથમાં આવતા દરેક મુલાકાતીઓ, ઈન્ટર્નસ, વિઝીટર્સ અને વોલેન્ટિયર્સ ને સૌ પ્રથમ સાથની ઓળખ આપવી, તેમના કાર્યમાં મદદ કરવી અને ડોક્યુમેન્ટેશન, રિપોર્ટિંગ અને ડિઝાઈનિંગનું કામ કરવાનો છે. સાથની ઓળખાણ મીડિયા અને સોશ્યલ નેટવર્કિંગ દ્વારા વ્યાપ વધરવા માટે કૉ-ઓર્ડીનેશન કરવાનું કાર્ય કરે છે. આ કાર્યક્રમ દ્વારા ગયા વર્ષે જુદા જુદા દેશના (જેવા કે નેધરલેન્ડ ફ્રાન્સ હોંગકોંગ અને અમેરિકા) કુલ ૩૨ વોલેન્ટિયર્સ ને સહયોગ પ્રદાન કર્યો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s