International Women’s Day Celebration by Youth Force Rajkot

Guest Post by Mital Gondaliya, Rajkot Youth Force Coordinator

તા: ૮ માર્ચ ૨૦૧૪ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજકોટ યુથ ફોર્સ પ્રોગ્રામ દ્વારા રાજકોટ ખાતે મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આપને જાણીએ છીએ ક ૮ માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પરંતુ આ દિવસ ૮ માર્ચે ઉજવવા પાછળ નું કારણ એ છે કે ૮ માર્ચ ના દિવસે મહિલા ઓને આપવામાં આવતા અધિકારો ને સંવિધાન માં લેખિત સ્વરૂપ માં મંજૂરી આપવામાં આવી હતી.

પરંતુ આજે પણ કેટલીય મહિલા ઓ ને દહેજ ના લીધે તેમજ પુત્ર જન્મ ના થવા ના લીધે, ઘરેલું હિંસા નો ભોગ બનવું પડે છે. તો શું આપને કહી શકીએ છીએ કે આજની મહિલા સશક્ત બની છે? અને સશક્ત થવા માટે મહિલા એ જાગૃત થવું પડશે પોતાના હક અને અધિકારો વિશે. તેના પર થતા અત્યાચારો પ્રત્યે આવાજ ઉઠાવવો પડશે. તો જ ખરા અર્થ માં નારી સશક્તિકરણ થયું ગણાશે. અને આ જાગૃતિ લાવવાના હેતુ સાથે યુથ ફોર્સ રાજકોટ દ્વારા મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

New Picture (1)

મહિલા દિવસ ની ઉજવણી અંતર્ગત મુખ્ય મહેમાન માં કણસાગરા કોલેજ ના એમ.એસ.ડબલ્યુ. વિભાગ ના પ્રિન્સીપાલ ડોક્ટર અનસુયા અકબરી જેમણે આવેલ મહિલાઓનો પોતાના હક અધિકાર માટે શું કરવું જોઈએ અને નારી શક્તિ શું કરી શકે છે તે વિષે પ્રવચન આપેલું હતું.

New Picture

ત્યાર બાદ રાજકોટ શહેર ના નામી ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રતિક્ષાબેન કે જેવો ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પોતાનું મેટરનીટી હોસ્પિટલ પણ ધરાવે છે. તેવો એ મહિલા ઓ એ પોતાની સર સંભાળ અને સ્વશ્ય ની જાળવણી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓના મત મુજબ મહિલા ઓ આખો દિવસ પોતાના કામ માં વ્યસ્ત રેહતી હોય છે. જેના લીધે તે પોતાના સ્વાસ્થ્ય ની સર સંભાળ રાખવા નું તો સાવ ભૂલી જ જતી હોય છે. આથી તેવો આવેલ સ્ત્રીઓ ને તેમના શારીરિક અને માનસિક રીતે તેમના સ્વાસ્થ્ય ની જાળવણી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

અને ત્રીજા વક્તા તરીકે શાંતિનિકેતન કોલેજ ના પ્રાધ્યાપક આંનદભાઈ એ ઠાકુર આવેલા હતા. તેઓ એ મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ વિશે વાત કરી હતી ઉપરાંત મહિલા ઓ ના કામ કાજી તંત્ર અને સ્ત્રી શિક્ષણ માં આવેલ પરિવર્તન અંગે પણ વાત કરી હતી.

અને ત્યાર બાદ યુથ ફોર્સ ના મેમ્બર્સ દ્વારા સ્ત્રી જાગૃતિ માટે એક નાટક પણ રજુ કરવામાં આવ્યું હતું કે જેમાં મહિલાઓ ને ઘર ની બહાર નીકળવામાં પડતી મુશ્કેલીઓ કે જેમાં ઘણા અસામાજિક તત્વો સ્ત્રીઓ ને હેરાન કરતા હોય છે. અને આ આવા અસામાજિક તત્વો નો સામનો કઈ રીતે કરવો તેને અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s